આ રેસિપી તમે ક્યારેય નઈ બનાવી હોઈ તમારા ઘરે..

રેસિપી

સામાન્ય રીતે આપણે પંજાબી, ઇટાલિયન અને મેકિસકના વાનગી ખાવાનું વધુ પસંદ કરીએ છીએ કારણ કે આપણે ચટાકેદાર ખાવાના શોખીન છીએ. મેક્સિકનકુંડમાં પણ મરીમસાલાનો વધારે ઉપયોગ થાય છે એટલે આપણને એ ટેસ્ટી લાગે છે. આવો જાણીયે આ નવી ચટાકેદાર વાનગી વિશે.

સામગ્રી:

  • ૨ કપ મકાઇનો લોટ,
  • ૩/૪ કપ મકાઇના દાણા,
  • ૩/૪ કપ મેંદો,
  • ૧ ટીસ્પૂન ઓરેગાનો,
  • સ્વાદાનુસાર મીઠું,
  • સ્વાદાનુસાર ચીલી ફ્લેકસ,
  • તળવા માટે તેલ.

રીત:

* મકાઇના દાણાને મિકસરમાં વાટી સ્મૂધ પેસ્ટ બનાવો.
* એક બાઉલમાં મકાઇનો લોટ, મેંદો, મકાઇના દાણાની પેસ્ટ, ચીલી ફલેકસ, મીઠું અને ઓરેગાનો મિકસ કરો. તેમાં હૂંફાળું પાણી નાખી સખત લોટ બાંધો.
* લોટમાંથી એક સરખા લૂઆ પાડી અટામણ લઇ પાતળી ચપાટી વણો. તેમાંથી ત્રિકોણાકાર કાપો.
* એક કઢાઇમાં મધ્યમ તાપે તેલ ગરમ કરો. તેમાં કોર્ન ચિપ્સ નાખી ગોલ્ડન અને ક્રિસ્પ તળી એબ્સોર્બન્ટ પેપર પર કાઢો.
* કોર્ન નાચોસ સાલ્સા અથવા ચીઝી ડીપ સાથે સર્વ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *