સરમજનક કામ કરીને દર મહિને 19 લાખની કમાણી કરે છે આ મહિલા, બે બાળકોની છે માતા..

વ્યાપાર

23 વર્ષની મહિલાએ ખુલાસો કર્યો છે કે તે યુકેમાં પોકેટમારી કરીને દર મહિને સરેરાશ 19 લાખ રૂપિયા કમાય છે. મહિલાએ કહ્યું કે છેલ્લા એક વર્ષમાં તેણે 2.3 કરોડની ચોરી કરી હતી. મેરાઅખબારના અહેવાલ મુજબ, મહિલાએ કહ્યું કે ઘરના સાથીઓએ તેને 62 લાખ રૂપિયામાં લગ્નમાં વેચી હતી.

મૂળરૂપથી બલ્ગેરિયાની મહિલાએ જણાવ્યું હતું કે ચોરીથી લાખો રૂપિયાની કમાણી કરવા છતાં પણ તેની પાસે પૈસા નથી. તેણે ચોરેલા પૈસા તેના પતિને સોંપવાના છે. મહિલાએ કહ્યું કે તેણીના માતાપિતાએ 14 વર્ષની ઉંમરે વેચી દીધી હતી.

બે છોકરાની માતાએ કહ્યું કે તેને ડર હતો કે જો તેણીએ તેના પતિ અને પરિવારની વાત નહીં માની તો તેને બાળકોથી અલગ કરી દઈશું. લંડનમાં એક ઘરમાં આ મહિલા અન્ય આઠ લોકો સાથે રહે છે. મહિલાએ કહ્યું- કે મેં જેના પણ પૈસા ચોરી કર્યા છે તેઓને હું કહેવા માંગુ છું કે હું એક સારી સ્ત્રી છું. હું જે કરું છું તે કરવા નથી માંગતી. મહિલાએ કહ્યું કે તે આ કામ છોડવા માગે છે, પરંતુ તે મને હવે અશક્ય લાગે છે. તેણે કહ્યું કે તે તેના સમુદાયની અન્ય છોકરીઓને ચેતવણી આપવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *