જીવનમાં લગ્ન કરતા પહેલા કરવું જોઈએ આ કામ, નહિ તો પાછળથી પસ્તાશો..

જીવનશૈલી

જીવનમાં લગ્ન કરવું જેટલું જ જરૂરી છે તેના કરતા જરૂરી તમારી અવાક હોવી જોઈએ. લગ્ન પછીની લાઈફમાં જવાબદારીઓ વધી જતી હોઈ છે તેની શૈલીમાં કઈ બાજુ શું કરવું ને શું ના કરવું તેમાં મુંજવણ અનુભવાય છે. તમારા પૈસા, જેના પર તમારા લગ્ન જીવન પછી બંનેએ મળીને વિચારવાનું છે. જેવા તમે કૌમાર્યનું સ્ટેજ વટાવી ‘ડબલ ઈન્કમનો કિડ્ઝ’ અર્થાત્ બેવડી આવક અને સંતાન નહીંના સ્ટેજમાં પ્રવેશો છો, તમારી પ્રાથમિકતા, આવક, ખર્ચ અને બચત એ બધું જ ઉલ્લેખનીય રીતે બદલાઈ જાય છે.

તમારે માટે આ મહત્ત્વપૂર્ણ પરિવર્તનોને સમજવાં અને એ માટે તૈયાર થવું અત્યંત આવશ્યક છે. તમારા જીવનમાં નાણાકીય આયોજન એટલે કે ફાઈનાન્શિયલ પ્લાનિંગનો એક મહત્ત્વપૂર્ણ આધારસ્તંભ છે માઈલ્ટોન્સ એટલે કે જીવનના મહત્ત્વપૂર્ણ છે.

ધૂન અને ઈચ્છાઓ:

જીવનમાં જ્યારે તમે એકલા એટલે કે સિંગલ હો છો ત્યારે માઈલસ્ટોન્સ તમારી ધૂન અને ઈચ્છાઓ પર આધારિત હોય છે. લગ્ન પછી એકબીજાની સાથે પોતાના માઈલસ્ટોન્સ વિશે વાત કરતાં તમને ખ્યાલ આવશે કે તમારા વિચારો કઈ હદ સુધી જુદાં હોઈ શકે છે અને એથી એ વાતની ચર્ચાનો આધાર બને છે કે હવે તમારા સંયુક્ત માઈલસ્ટોન્સ શું હોવા જોઈએ. જ્યારે તમે સેટલ ડાઉન થવા લાગો છો, તો તમે એ શહેર કે મહોલ્લો નક્કી કરવામાં લાગી જાવ છો, જ્યાં તમે વસવા ઈચ્છશો. આ પસંદ કરવાનું અનેક બાબતો પર આધાર રાખે છે, જેમ કે તમે બંને મધ્યમ કે લાંબા ગાળા સુધી તમારું કાર્યસ્થળ એટલે કે વર્કપ્લેસ ક્યાં છે અને ત્યાં દરરોજની અવરજવર તમને કેટલી સુવિધાજનક રહેશે. એક વખતએનો નિર્ણય થઈ જતાં જ તમે ભાડાનું મકાન લેવાને બદલે પોતાનું ઘર ખરીદવાનું વિચારવા લાગો છો.

બચતની વાત:

બીજું કે તમે બાળક ક્યારે પ્લાન કરો છો? અને કેટલાં બાળક ઈચ્છો છો? આ એક એવી વાત છે જેના વિશે તમે જાણી જોઈને કે આના વિશે વિચારવાનું અર્થહીન સમજીને ત્યાં સુધી કોઈ નિર્ણય નહીં જ કર્યો હોય જ્યાં સુધી તમે એકલાં હતાં, પણ લગ્ન પછી આ એક મહત્ત્વપૂર્ણ અને વિચારણીય વિષય બની જાય છે. બચતની વાત કરવા જઇયે તો એ વાત કષ્ટદાયક લાગી શકે છે કે બચતની આવશ્યક્તા લગ્નના પ્રારંભિક વર્ષોમાં વધુ રહે છે. તમારા છેલ્લા બાળકના શાળાએ જવા સુધી, જોકે તમે બંને નિર્વિધ્ને કામ પર જઈ શકો છો, ખર્ચ પર ખર્ચ થતો રહે છે જેમ કે મકાન યા કારની ખરીદી, બાળકોનાં ભરણપોષણ વગેરે પર થનારો ખર્ચ વગેરે. એને પહોંચી વળવા માટે તમારા લગ્ન પછી તરત જ પોતાના ખર્ચના પ્રોફાઈલ પર પુનર્વિચાર કરવાનું જરૂરી બની જશે.

જીવન પરિવર્તન:

જીવનમાં જરૂરિયાતથી વધારે અવાક હોવી જોઈએ અને તેના માટે ડબલ આવક કેટલાક ખર્ચા ઘટાડવામાં મદદ કરે છે જેમ કે ભાડું અને જીવનનિર્વાહના અન્ય ખર્ચ વહેંચાઈ જાય છે હવે તમારે માત્ર બચત માટે જ નહીં, રોકાણ વિશે પણ વિચારવું પડશે જેથી એ રોકાણ તમને પાછળથી મદદરૂપ સાબિત થઈ શકે અને જીવનની તકલીફો થી મુક્ત થઇ શકો. તેના માટે જીવન પરિવર્તન કરવું જરૂરી છે. જ્યારે તમે કુંવારા હતા ત્યારે વીમાની જરૂર સીમિત હતી. તમે વીમા વગર પણ ખુશીથી રહી શકો છો. પણ લગ્ન પછી પરિસ્થિતિ યથાવત્ રહેતી નથી. જેમ જેમ માઈલસ્ટોન્સમાં ઉમેરો થતો જાય છે, તમે તેને રિસ્કપ્રૂફ એટલે કે જોખમરહિત બનાવવાનું શરૂ કરી દો છો. કોઈ અકસ્માત છતાં ઘર ખરીદવું, કાર અપગ્રેડ કરવા જેવા માઈલસ્ટોન તો હજુ પણ બનતા જ જવાના. આમ, ડબલ ઈન્કમ ફેમિલીમાં પણ વીમાની જરૂર તો રહેવાની જ.

બેંકમાં ખાતું:

તમારે વ્યૂહરચનાત્મક પરિવર્તન પર પણ ધ્યાન એવું જરૂરી બને છે. હવે જ્યારે તમે બંને મળીને ઈન્વેસ્ટ કરશો, કંઈક વ્યૂહરચનાત્મક પરિવર્તનો પર વિચારવાનું આવશ્યક છે. સૌથી જરૂર પરિવર્તન તો એ છે કે જ્યાં સુધી શક્ય હોય, પોતાના અને પોતાના જીવનસાથીના સંયુક્ત નામે રોકાણ કરો. બેંકમાં ખાતું પણ સંયુક્ત નામે જ ખોલાવો. એમાં પણ બંનેમાંથી કોઈ પણ અથવા જે જીવે અર્થાત્  આઈધર ઓર સર્વાઈવર નો વિકલ્પ પસંદ કરો, જે તમને સરળતાથી ખાતું સંચાલિત કરવાની આઝાદી આપતો હોય. જ્યાં જોઈન્ટ હોલ્ડિંગ્ઝ શક્ય ન હોય (જેમ કે પબ્લિક પ્રોવિડન્ટ ફન્ડ એટલે કે પીપીએફમાં) ત્યાં એકબીજાને (અથવા પોતાના પ્રિયજનમાંથી કોઈને જેમ કે બાળકને) અનિવાર્યપણે નામાંકિત કરી દેવા જોઈએ.

ઈન્વેસ્ટર્સ:

આ નામાંકનનો અર્થ છે કે ઈન્વેસ્ટર્સના મૃત્યુ થવાની સ્થિતિમાં ઈન્વેસ્ટ કરાયેલી રકમ એ વ્યક્તિને મળશે જેનું નામાંકન કરવામાં આવ્યું હોય. આ ઉપરાંત, અગર લગ્ન પછી છોકરીની અટક એટલે કે સરનેમ બદલવાની હોય (કેટલાક કિસ્સાઓમાં તો નામ સુધ્ધાં બદલી નાખવામાં આવે છે) તો તે માટે યોગ્ય પેપરવર્ક અર્થાત્ ડોક્યુમેન્ટેશન પૂર્ણ કરવાનું સુનિશ્ચિત કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *