આ યુવક માટી વગરની ખેતી, આ પદ્ધતિથી કરીને લાખો કમાઈ રહ્યો છે…વાંચો..

ટેકનોલોજી

અત્યાર ના જમાના માં આધુનિક ખેતી ના નવા નવા પ્રયોગો થતા રહે છે. ખેતી લાયક જમીન હોવી અને ખેતી ને લગતી આવડત પણ જરૂરી હોય છે. અને ખેતી કરવા માટે જમીન માં માટી હોવી જરૂરી છે પણ અત્યાર ના સમય માં માટી વગર પણ ખેતી કરવી શક્ય છે. ગામડાં માં ખેતી વધારે પ્રમાણ માં લોકો કરતા હોય છે પણ શહેર માં ખેતી કરવા માટે જમીનો ની અછત ના કારણે લોકો ઘર આગને માટી વગર ના પ્લાન્ટ પણ લગાવતા હોઈ છે અને એવામાં લોકો કંઈક નો કંઈક જુગાડ કરી લેતા હોય છે એવામાં આઈ એમ એ નું ભણતર પૂરું કરી ગુરુગ્રામ હરિયાણા નો એક યુવક શિવેન્દ્ર સિંહ આ સમયે ચાર રાજ્યો માં માટી વગર 28 રીતે ઓર્ગેનિક ખેતી કરી રહ્યો છે.

આ ખેતી ની ખાસ વિશેષતા એ છે કે વિપરીત વાતાવરણ માં પણ પાક ને નુકસાન થતું નથી. માટી વગર છોડવા ઉગાડવા ની આ પ્રક્રિયા ને હાઇડ્રોપોનિક્સ કહેવામાં આવે છે. હાઇડ્રોપોનિક્સ આ ટેકનિક નો પશ્ચિમી દેશોમાં ખેતી માં ખૂબ જ મોટા પાયે ઉપયોગ થાય છે. હવે આપણી રાજધાની દિલ્હી માં શિવેન્દ્ર સિંહ નો સ્ટાર્ટઅપ વગર માટી એ ફક્ત પાણી થી જ છોડવા ઉગાડે છે. કંપની ગ્રાહક ને આખું વર્ષ મારી વગર રસાયણ અને પેસ્ટીસાઈડ ની શાકભાજી ઓ ઉપલબ્ધ કરાવે છે. આ શાકભાજી પર વાતાવરણ પર થતા બદલાવો ને કોઈપણ જાત ની અસર પડતી નથી.

વર્તમાન માં બાર્ટન બ્રિજ સ્ટાર્ટઅપ 28 પ્રકાર ની શાકભાજી ઓ આખા ભારતભર માં ઉગાડી રહ્યા છે. તેમાં ખાવાલાયક ફૂલ, આઠ પ્રકારના બેલ પેપર, પાંદડાવાળી શાકભાજી ઓ, લસણ, ટામેટા વગેરે નો સમાવેશ થાય છે. નવાઈ ની વાત તો એ છે કે અત્યારે રાજસ્થાન જેવા ગરમ પ્રદેશ માં પણ આ પદ્ધતિ નો ઉપયોગ કરી ને સરળતાથી ખેતી થઈ શકે છે. સામાન્ય રીતે ઝાડવાને, છોડવા જમીન પર ઉગે છે. એવું મનાય છે કે એક વૃક્ષના ઉગવા માટે ખાતર, માટી, પાણી અને સૂર્યપ્રકાશ ની જરૂર પડે છે પરંતુ આ પદ્ધતિ માં ફક્ત પાણી, પોષક તત્વો અને સૂર્યપ્રકાશ ની જરૂર પડે છે.

જો માટી વગર જ છોડવાને પોષક તત્વો ઉપલબ્ધ કરાવો તો માટી વગર પણ ફક્ત પાણી અને સૂર્ય પ્રકાશ ને સહારે સારી એવી ખેતી થઈ શકે છે. વધતાં જતાં શહેરીકરણ અને વસ્તીને કારણે જાળવવા તેમજ ખેતીલાયક જમીન નો અભાવ જોવા મળે છે, આવામાં આ ખેતી ની પદ્ધતિ વરદાનરૂપ છે. ફ્લેટ અથવા તો ઘર માં પણ વગર માટી એ છોડવા અને શાકભાજી વગેરે ઉગાડી શકાય છે. આ પદ્ધતિમાં છોડવાને 15 થી 30 ડીગ્રી તાપમાન પર લગભગ 80 થી 85 ટકા આદ્રતા ઉગાડવામાં આવે છે. ગોવા માં ચારો ઉગાડવા માટે જમીન ની કમી છે તો આ પદ્ધતિથી પશુ ઓ માટે ચારો ઉગાડી શકાય છે.

આ પદ્ધતિ થી ઘર માં ખેતી કરવાના ઘણા બધા ફાયદા છે. આ પદ્ધતિ માં ખર્ચ ખૂબ જ ઓછો થાય છે. આ પદ્ધતિ માં છોડવાને આવશ્યક પોષક તત્વો ની પૂર્તિ કરવા આવશ્યક ખનીજો પાણીમાં ઘોળી તેમના ટીપાઓ મહિના માં ફક્ત એક કે બે વાર જ નાખવાના હોય છે. પરંપરાગત ખેતી કરતા આ પદ્ધતિ માં પાણી નો ફક્ત 20 ટકા ભાગ જ વપરાશ માં લેવાય છે. આ પદ્ધતિથી ઉગાડેલા છોડવા અને શાકભાજી અને માટી સાથે કોઈ પણ પ્રકાર નો સંબંધ નથી તેથી તે ખાવાથી બિમારી થવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે અને કીટનાશકો નો ઉપયોગ કરવો પડતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *