આ ખાસ ઉપાયો એકવાર તમે પણ અજમાવી જુઓ.

હેલ્થ

શું તમને દાંતમાં રસી કે અન્ય કારણે મોમાંથી દુર્ગંધ આવે છે તો એકવાર આ કરીને અજમાવી જુઓ.
મીઠાના પાણીથી ૨-૩ વાર કોગળા કરો.

શું તમને સાધનો દુખાવો થાય છે તો તલના તેલથી માલિશ કરો. સાંધાનો દુખાવો દૂર થઈ રાહત થશે.

મોઢામાં કાયમી ચીકાશ રહેતી હોય તો દરરોજ સવારે ગરમ પાણીમાં એક લીંબુ નીચોવી ચપટી ખાવાનો સોડા ભેળવી પીવાથી, ચીકાશ, મળનો સડો અને ગેસ દૂર થાય છે.

ગાયનું ઘી માથામાં ચોળી એક કલાક બાદ વાળ ધોવાથી મુલાયમ, ચમકદાર અને કાળા થાય છે.

ઝખમ, ચીરાવાથી થતા રક્તસ્ત્રાવમાં ઘા ઉપર હળદરની ભૂકી દબાવી દેવાથી લોહીનોે સ્ત્રાવ બંધ થઈ જાય છે. હળદર જંતુનાશક હોવાથી ઘા રૃઝાય છે અને પાકતો નથી.

વાયુ કે કફ (આમ)ક દોષથી અંગ જકડાઈ ગયા હોય તો રાઈની પોટીસ લગાડવી.

રાતના બે ચમચા મધ અને એક પ્યાલામાં પાણીમાં ભેળવી હલાવીને પીવાથી શાંત અને ગાઢ નિંદ્રા આવે છે.

ઠંડીની ઋતુમાં સાંધાના વાંકે આમ વાતને કારણે હાથ-પગના આંગળા જકડાઈ જાય કે સૂકી જાય તો સરસવલના તેલને ગરમ કરી માલિશ કરવું.

જવના લોટને નારિયેળના તાજા દૂધમાં ભેળવી ૩૦ મનિટ રેફ્રિજરેટરમાં મૂકી ચહેરા અને ગરદન પર પેક લગાડી સુકાઈ જાય બાદ ધોઈ નાખવું. ત્વચા ચમકીલી થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *