કોઈપણ પૂજામાં હાથ પર નાડાછડી શા માટે બાંધવામાં આવે છે? તમે ક્યારેય નઈ જાણી હોઈ આ વાત.

ધાર્મિક

નમસ્કાર મિત્રો મેરા અખબાર ના અસ્ટ્રોલોજી ડેસ્કમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઘણા મિત્રોના મનમાં આ પ્રશ્ન ઉદભવ્યો હશે, પરંતુ તેઓને આ પાછળનું મુખ્ય કારણ ખબર નઇ હોય મિત્રો આપણે જાણીએ છે કે કોઈપણ દેવી દેવતાની પૂજામાં બ્રાહ્મણ દ્વારા આપણા કાંડા પર એક વિશેષ દોરો બાંધવામાં આવે છે. જેને નાડાછડી કહેવામાં આવે છે. આ દોરાને બાંધવાથી ધર્મ લાભ ઉપરાંત સ્વાસ્થ્ય લાભ પણ મળે છે જરૂર તમને થતું હસે કે ધર્મ લાભ તો સમજ્યા પણ સ્વાસ્થ લાભ કેમનો થાય. તો આવો મિત્રો આજે જાણીએ કે પૂજામાં લાલ દોરો કેમ બાંધવામાં આવે છે અને તેનું સ્વાસ્થ્ય સાથે શું સંબંધ છે.

લાલ દોરો:

હાથ પર જ્યાં લાલ દોરો બાંધવામાં આવે છે ઘણી વાર ડોક્ટર પણ એ જ સ્થાન પર નડી પકડી તપાસીને બીમારી વિશે જાણ કરે છે અથવા ત્યાંથી જ અંદાજ મારે છે કે તમને કેવા પ્રકારનો રોગ છે. લાલ દોરો બાંધતી વખતે આપણા કાંડા પર દબાણ પડે છે. જેનાથી ત્રિદોષ મતલબ વાત, પિત્ત અને કફ નિયંત્રણમાં રહે છે. નાડાછડીના સંબંધમાં માન્યતા છે કે તેને બાંધવાથી ત્રિદેવ મતલબ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ત્રણેય દેવીઓ મતલબ લક્ષ્મી, પાર્વતી અને સરસ્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. બ્રહ્માની કૃપાથી કીર્તિ, વિષ્ણુની કૃપાથી બળ અને શિવજી આપણા દુર્ગુણોનો નાશ કરે છે.

નાડાછડી:

આ જ રીતે લક્ષ્મીથી ધન, દુર્ગાથી શક્તિ અને સરસ્વતીની કૃપાથી બુદ્ધિ પ્રાપ્ત થાય છે. નાડાછડી બાંધવાથી આ નસોની ક્રિયા નિયંત્રિત રહે છે. શરીરનો કેટલાક મહત્વના અંગો સુધી પહોંચનારી નસો કાંડાથી થઇને પસાર થાય છે. જ્યારે તમે કાંડા પર નાડાછડી બંધાવો છો તો તેનાથી તે નસો પર ક્રિયા નિયંત્રિત થાય છે. જેનાથી ગરમી, પિત્ત અને કફ જેવી સમસ્યાઓને નિયંત્રણમાં કરી શકાય છે. નાડાછડી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

રક્ષાસૂત્ર:

નાડાછડી બાંધવાથી બ્લડપ્રેશર, હૃદયસંબંધી બીમારી, ડાયાબિટીસ અને પેરાલિસીસ જેવી બીમારીનું જોખમ પણ ટળે છે. નાડાછડીને, રક્ષાસૂત્ર ઉપરાંત મૌલી પણ કહે છે. એવી માન્યતા છે કે, નાડાછડીમાં દેવી કે દેવતા અદૃશ્ય રીતે વિરાજમાન હોય છે માટે જ સાધુ સંતો તેઓના હાથમાં હમેશા નાડાછડી બાંધે છે. જો મિત્રો તમે પણ નાડાછડી બંધસો તો તેના લાભ તમને પણ મળશે. માટે જ નાડાછડી બાંધવા માટે તમારા જીવનના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *