પતિને છોડીને જતી પત્ની ની હૃદય વ્યથા સાંભળી ને તમેં પણ રડી જશો..

સ્ટોરી

આ વાત એક પતિ પત્ની ની છે. એક શહેર માં પત્ની અચાનક રાત ના સમયે મૃત્યુ પામે છે. ઘર માં રોકકળ થાય છે. પત્ની ના અંતિમ સંસ્કાર ચાલી રહ્યા હતા તે સમયે એનો આત્મા જતા જતા તે પોતાના પતિ ને જે કાંઈ કહે છે તેનું આ દુઃખ ભર્યું વર્ણન કરવામાં આવ્યું છે. તો વાંચો શું કહે છે.

કહે છે, કે ચાલો હું જાઉં છું હવે ફરી કદી યે મળાશે નહીં. લખેલા લેખ વિધિએ ટાળ્યા તો ટળાશે નહીં. ચાલો હું જાઉં છું.

પત્ની ની પતિ પ્રત્યેય ટેક:

1. ચોરી માં ચાર ફેરા જે દિ આપણે સાથે ફરેલા,
જીવીશુ ને મરીશુ સંગ એવા કૉલ દીધેલા,
અચાનક જાવું પડશે એકલા મુજને ખબર નહીં.
ચાલો હું જાઉં છું.

2. મૂકીને દેહ મારો આંગણામાં હવે હું જાઉં છું,
ઘણું દુઃખ થાય છે પણ હું થઈ મજબૂર જાઉં છું,
નથી મન માનતુ જતાં છતાં કંઈ ચાલશે નહીં.
ચાલો હું જાઉં છું.

3. અતિ કલ્પાંત કરે છે જુઓને છોકરો ને વહૂ,
નથી જોયું જવાતુ છતાં ના દઈ શકતી દિલાસો હું.
એમને શાંત પાડજો, જરાયે ઢીલા પડશો નહી.
ચાલો હું જાઉં છું.

4. સવારે સાસરે થી જુઓ દિકરી ઓ આવશે જ્યારે,
જોઇને દેહ મારો ભારે રુદન કરશે ત્યારે.
એમને શાંત પાડજો, જરાયે તમે રોતા નહીં.
ચાલો હું જાઉં છું.

5. જેનું નામ તેનો નાશ, નિયંતાએ નકકી કર્યુ છે,
જગતમાં જે કોઈ આવ્યુ છે તે અહીંથી સિધાવ્યુ છે.
ધીરે ધીરે ભૂલી જજો, મને બહું યાદ કરતા નહીં.
ચાલો હું જાઉં છું.

6. નથી મારુ કહ્યુ, માન્યું તમે કદી યે આ જીવનમાં,
છોડી સ્વભાવ જિદ્દી તમે હવે નમ્ર બનજો,
વતનમાં મૂકીને એકલા જાતાં મને ચિંતા થતી ઘણી.
ચાલો હું જાઉં છું.

7. તમો ને બીપી ને ડાયાબિટીસ ની મોટી છે બિમારી,
ન ખાતા ગળપણ જરા ભૂલથી નહીંતર તકલીફ થશે ભારી.
સવારે ઊઠીને જો જો દવા લેવાનુ ભૂલતા નહીં.
ચાલો હું જાઉં છું.

8. કરે છોરો ને વહૂ છણકો તો જો જો બોલતા નહીં કાંઈ,
ચૂપચાપ સાંભળી લેજો, જરાયે ગુસ્સો કરતા નહીં.
સદા હસતા તમે રહેજો, જરાયે ઉદાસ થાશો નહીં.
ચાલો હું જાઉં છું.

9. છોરા ના છોરાને લઈને તેની સંગાથે રમજો,
તમારી હેડીના સાથે બેસીને, સમય વ્યતીત કરજો.
આવુ હું યાદ તો પણ મન થી જરાયે ઢીલા પડશો નહીં.
ચાલો હું જાઉં છું.

10. સવાર બપોર ને સાંજે તમે નિયમિત જમી લેજો,
અગર વહૂ ભૂલી જાય તો સામે થી યાદ કરવી દેજો.
વર્તાશે ગેરહાજરી મારી, છતાંયે મૂંઝાશો નહી.
ચાલો હું જાઉં છું.

11. ઘડપણ માં લેવાનુ લાકડી, જો જો ભૂલતા નહીં,
ધીરે ધીરે ડગ માંડવાનુ, જો જો ચૂકતા નહીં.
પડશો પથારી માં તો સેવા કોઈને ગમશે નહીં.
ચાલો હું જાઉં છું.

12. સાંજે સૂતા પહેલા પાણીનો, લોટો માગી લેજો,
તરસ લાગે ત્યારે તમે પાણી પી લેજો.
રાત્રે ઉઠવું પડે તો, જો જો અંધારે અથડાતા નહીં.
ચાલો હું જાઉં છે.

13. પરણ્યા પછી સાથે ઘણું આપણે પ્રેમથી રહ્યા,
બનાવી લીલી વાડી જે તેમાં ફૂલડા ખીલી રહ્યા.
એ ફૂલડા ની ફોરમ હવે મુજ થી લેવાશે નહીં.
ચાલો હું જાઉં છું.

14. ઊઠો હવે સવાર થઈ એવું કોઈ કહેશે નહીં,
જાતે ઊઠી જ જો કોઈની રાહ જોશો નહીં.
પ્રભુ ની ભક્તિ પૂજા કરવાનુ ચૂકતા નહીં.
ચાલો હું જાઉં છું.

15. હવે ફરી કદી યે મળાશે નહીં, લખેલા લેખ વિધિએ ટાળયા તો ટળાશે નહીં.
ચાલો હું જાવ છું.

16. ગળપણ માં ધ્યાન રાખજો તમારું,
છોરો વહુ કાઈ કહી જાય તો, યાદ કરજો.
હું તમારી સાથે જ છું હંમેશા.
ચાલો હું જાવ છું. તેમ કહી ને જીવન ની વિદાય લવ છું.
જો તમને આ આર્ટિકલ ગમ્યો હોઈ તો પેજ લાઈક જરૂર કરજો. જેથી તમે આવા અવનવા આર્ટિકલ, સમાચાર, રેસિપી, તથ્યો, સ્વાસ્થ્ય, ટેકનોલોજી, બોલિવૂડ, મનોરંજન, દેશ, તાજતારીન જેવું નવું નવું જાણવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *