ચેરી ખાવા છતાં પણ અજાણ છો તમે, તેના ફાયદાથી..

હેલ્થ

નાની ગોળ લાલ રંગ ધરાવતી ચેરી જોતાં જ ખાવાનું મન સામાન્ય રીતે થઈ જતું હોય છે. ચેરી ને ગરમી અને ચોમાસા નું ફળ કહેવાય છે. તે ખાવા માં ખાટી-મધુરું હોય છે નિયમિત આઠ-દસ ચેરી ખાવાથી ફાયદાકારક નીવડે છે. તેમાં સમાયેલા કાર્બોહાઇડ્રેટ, વિટામિન એ, વિટામિન બી, સી, બીટા કેરોટિન, કેલશ્યિમ, આર્યન, પોટેશિયમ, ફોસ્ફોરસ શરીર ને સ્વસ્થ રાખે છે. આ પોષક તત્વો ને કારણે ચેરીને સુપર ફૂડ ની શ્રેણી માં આંકવામાં આવે છે. તેમાં સમાયેલા પોષક તત્વ ને કારણે તે શરીરમાં ની અમુક તકલીફો ના નિવારણ કરે છે.

આંખ માટે ગુણકારી:

ચેરી માં વિટામિન એ ભરપુર માત્રા માં સમાયેલું છે. જેથી તેના સેવન થી આંખ ની તકલીફ સામે રક્ષણ મળે છે. જેમને મોતિયો ની તકલીફ હોય તેમણે રોજ ચેરી ખાવી જોઈએ.

યાદશક્તિ વધારે:

ચેરી માં યાદશક્તિ વધારવાનો ગુણ છે. જે લોકો વાત અથવા વસ્તુઓ ના નામ કે પછી વાતો ને ભૂલી જતા હોય, તેમના માટે ચેરીનું સેવન ઉત્તમ છે.

અનિંદ્રાની સમસ્યાથી છૂટકારો:

ચેરી માં મેલાટોનિન નામ નું તત્વ પ્રચૂર માત્રા માં હોય છે. જે અનિંદ્રા થી છૂટકારો અપાવે છે. રોજ સવાર-સાંજ એક ગ્લાસ ચેરી નો જ્યુસ પીવાથી ઊંઘ સારી આવે છે.

હાડકાને મજબૂત:

હાડકાં નબળા થવાને કારણે હાથ-પગના હાડકા માં દુખાવાની સમસ્યા વધી ગઇ છે તેનાથી રાહત પામવા માટે નિયમિત ચેરી ખાવી જોઇએ.

હૃદય માટે ગુણકારી:

ચેરી માં આર્યન, મેંગેનીઝ, ઝિંક, પોટેશિયમ વગેરે પૌષ્ટિક તત્વો સમાયેલા છે. તેમજ તેમાં બિટા કેરોટીન તત્વ પણ હોય છે. જે હૃદયની તકલીફ માં રાહત આપે છે.

કેન્સર:

ચેરી માં મોજૂદ એન્ટી ઓક્સીડન્ટસ શરીર ના રોગોની લડવાની શક્તિ આપે છે. તેમજ ચેરીમાં સમાયેલ ફિનોનિક એસિડ અને ફલેવોનોયડ કેન્સર જેવી ગંભીર બીમારી ને વધતા રોકે છે.

વજનને કાબુમાં રાખવા:

શરીર પરનો મેદ અને વજન ઓછું કરવા માટે ચેરી કોઇ ઔષધિ થી કમ નથી. એમાં ચરબી ની માત્રા બહુ ઓછી સમાયેલી છે. તેમજ તેમાં 70 ટકા જેટલું પાણી હોય છે, જે ધુલનશીલ પાઇબર માટે સારું છે. રોજ ચેરી ખાવાથી વજન કન્ટ્રોલ માં રાખી શકાય છે તેમજ પાચનતંત્ર મજબૂત થાય છે.

બ્લડ પ્રેશરને અંકુશમાં:

ચેરી માં પોટેશિયમ ની માત્રા હોય છે જે શરીર માં રહેલા સોડિયમ ની માત્રા ને ઓછી કરે છે. તેથી બ્લડપ્રેશર નું સ્તર સામાન્ય થઇ જાય છે. આની સાથે સાથે કોલેસ્ટોરલના સ્તરને પણ કન્ટ્રોલમાં રાખે છે.

ડાયાબિટિસમાં સહાયક:

નિયમિત ચેરી ખાવાથી ડાયાબિટિસ માં રાહત થાય છે. તેમાં સમાયેલા ગુણ ચહેરા ના વાનને ઊઘાડવા ની સાથે સાથે શરીરમાં ના ઇસ્યુલિન ની માત્રા ને ઓછી કરીને ડાયાબિટિસ ના સ્તર ને ઓછું કરે છે.

ત્વચામાં નિખાર:

ત્વચા ને મુલાયમ બનાવવા અને વાન નિખારવા માટે ચેરી નું સેવન અવશ્ય કરવું જોઇએ. ચેરી ની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાડવા થી ફાયદો થાય છે. નિયમિત ચેરીની પેસ્ટ લગાડવાથી ચહેરા પરની મૃત ત્વચા દૂર થાય છે, ચહેરા પરના ડેડસેલ્સ દૂર થતાં જ નિખાર આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *