યુવાનો ના કરવાનું આવું કામ પણ કરી બેસે છે પ્રેમ માં, હસીને લોટપોટ થઇ જશો એકવાર જરૂર વાંચો.

અજબગજબ

આજના યુવાનો પ્રેમમાં શુ નથી કરતા? ત્યારે આજે વાત કરીશું અમુક એવા લોકોની જેને પોતાના પ્રેમને મળવા માટે જે જોવા માટે આવા અજીબોગરીબ તરીકાઓ અપનાવ્યા હતા અને પ્રેમમાં હોય ત્યારે ના કરવાનું કરી બેસતા હોય છે. લોકો ઘણીં વખત પ્રેમમાં એટલા પાગલ બની જતા હોય છે કે તેમણે શું કરવું તે પણ તેમને સમજાતું નથી. આ લોકોએ પ્રેમમાં કેટલીક ના કરવા જેવી બાબતો પણ કરી હતી જે જાણીને તમને આશ્ચર્ય થશે અને અમુક કિસ્સાઓમાં હસવું પણ નહીં રોકી શકો. અમે 7 અલગ અલગ લોકોને પૂછ્યું કે તેમણે પ્રેમમાં ના કરવા જેવી એવી કઈ બાબતો કરી હતી. જુઓ તેમના જુદા જુદા નખરા કર્યા છે તે.

વાળનો કલર કરવો:

હું કૉલેજમાં એક છોકરાના પ્રેમમાં પાગલ હતી. તેની બધાથી અલગ પ્રકારની ફેશન સેન્સ હતી, મને રણવીર સિંઘની યાદ આવી જતી, તેના વખાણથી હું ઈમ્પ્રેસ થઈ ગઈ. પછી મે તેનું અટેન્શન મેળવવા માટે બ્લૂ વાળ કરી લીધા. હું 2 મહિના સુધી એલિયન જેવી લાગતી હતી પણ મારું દુર્ભાગ્ય કે હું તેને ડેટ ન કરી શકી.

પિઝા ડિલિવર:

અમે ડેટિંગ શરુ કર્યું તે પહેલા હું મારી ગર્લફ્રેન્ડના પ્રેમમાં બહુ જ પાગલ હતો. એકવાર સાંજે અમે ચેટિંગ કરી રહ્યા હતા અને તેને હોમમેડ પીઝા ખાવાની જબરજસ્ત ઈચ્છા થઈ. હું તેને ઈમ્પ્રેસ કરવાની આ તક ગુમાવવા નહોતો માગતો, મે મારી ફ્રેન્ડને તે બનાવવા માટે આજીજી કરી પછી હું લગભગ 9 કિલોમીટર દૂર તેની હોસ્ટેલ પર આ પીઝા આપવા માટે પહોંચી ગયો, હું તેની સામે ખોટું બોલ્યો કે આ પીઝા મે બનાવ્યો છે.

આકસ્મિક ટેક્સ્ટ મોકલવો:

હું જેના પર ફિદા હતી તેની સાથે વાત કરવા માટે ગાડપણ કરતી રહેતી હતી. હવે, તે મારો પતિ છે. હું તેને જાણી જોઈને એવા મેસેજ કરતી હતી, જાણે તે બીજા માટે લખાયેલા હોય તેવા લાગે પણ હું તેને ખુબ પ્રેમ કરું છું. તે ઘણો સારો છે. તે થોડી જ મિનિટોમાં મને પાછી મેસેજ કરતી અને પછી અમે આખી આખી રાત મેસેજ પર વાત કરતા રહેતા હતા.

કારમાં મારું ચાર્જર છોડી દીધું:

એક દિવસ અચાનક ડેટનો પ્લાન ગોઠવાઈ ગયો અને હું તેને જોઈને ગાડી થઈ જતી હતી. મને ખબર નહીં તે મને ફરી ડેટ માટે પૂછશે કે નહીં, પણ મે હાથે કરીને મારું ફોનનું ચાર્જર તેની ગાડીમાં છોડી દીધું. થોડા કલાકો પછી તેણે મને ફોન કર્યો કે હું મારું ચાર્જર તેની કારમાં ભૂલી ગઈ છું અને આ પછી મને તેને મળવાનો બીજો ચાન્સ મળી ગયો હતો.

નશામાં કર્યું આ કામ:

એક વખત હું મને ગમતી છોકરી સાથે પાર્ટીમાં ગયો હતો, મે મારા ફિલિંગ્સ કહેવા માટે વિચિત્ર પ્લાન બનાવ્યો. મે એવું નાટક કર્યું જાણે મને દારુ ચઢી ગયો હોય પછી મે તેને ગર્લફ્રેન્ડ બનવા માટે પૂછી લીધું. પણ તેણે ‘ના’ પાડી દીધીં. બીજા દિવસે, હું તેની સાથે સામાન્ય વર્તન કરવા લાગ્યો જાણે મને કશું ખબર જ નથી.

મૂવીમાં ઢોંગ કરતી:

હું અને મારો પ્રેમી એકવાર ભૂતનું ફિલ્મ જોવા ગયા હતા. હું એવો દેખાડો કરતી હતી કે મને બીક લાગે છે અને હું તેને વળગીપડતી હતી જેથી હું તેની નજીક આવી શકું. મને લાગે છે તેને આમ કરવા પાછળનો મતલબ ખબર હતી, અને તે આખા મૂવી દરમિયાન હસતો જ રહ્યો.

ઓળખવા માટે પ્રોફાઇલ બનાવી:

હું ઓફિસમાં એક છોકરા પર ફિદા હતી પણ તેના રિલેશનશિપ સ્ટેટસ વિશે મને ખબર નહોતી. પછી, મે સોશિયલ મીડિયા પર એક ફેક પ્રોફાઈલ બનાવી અને તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. થોડા દિવસ ચેટ કર્યા પછી તેને પૂછ્યું કે તે કોઈને ડેટ કરે છે. પછી મને ખબર પડી કે તે સિંગલ છે. મે મારું અકાઉન્ટ ડિલિટ કરી નાખ્યું અને તેના પર મારો કરવાનું શરુ કરી દીધું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *